Amarnath Yatra 2016
હિન્દુઓના પવિત્ર યાત્રાધામ અમરનાથની તા.૧/૭/ર૦૧૬ થી તા.૧પ/૭/ર૦૧૬ની યાત્રા દરમિયાન કાશ્મીરમાં કરફયુ જેવી સંવેદનશીલ પરિસ્થિતિ ઉભી થતાં અત્રેથી અમરનાથ યાત્રાએ ગયેલ યાત્રાળુઓ ફસાઈ ગયેલ. ગુજરાત રાજયના ૩૩ જિલ્લાના જે યાત્રાળુઓ આ પ્રવાસમાં ગયેલ હોય તેની માહિતી મેળવવા અત્રેથી તમામ કલેકટરશ્રીઓનો (ડી.ઈ.ઓ.સી.)નો તાત્કાલિક સંપર્ક કરી માહિતી મેળવવામાં આવેલ. ૩૬પ દિવસ સતત ચાલતા અત્રેના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતેના ટેલીફોન નંબર-૦૭૯-ર૩રપ૧૯૦૦ ઉપર અમરનાથમાં ફસાઈ ગયેલ યાત્રાળુઓના સગા સબંધિઓ ઘ્વારા પુછપરછ/ વિગતો મેળવવા ફોન આવતા અત્રેથી તેઓની લાગણીને ઘ્યાને રાખી બને તેટલી ત્વરાથી અલગ-અલગ સ્થળે ફસાયેલ યાત્રાળુઓની વિગતો મેળવી તેઓના સગા સબંધિઓને સ્થિતિ તથા સલામતીની સંતોષકારક માહિતી પૂરી પાડવામાં આવેલ, તથા સમગ્ર ઘટના સબંધે અસરકારક સંકલનની કામગીરી કરવામાં આવેલ હતી.