એસ.ઈ.ઓ.સી. ખાતે કચેરી વ્યવસ્થાતંત્રના કાર્યો અને ફરજો
નાયબ કલેકટર (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની ફરજો અને કાર્યોઃ
- કચેરીની કાર્ય પધ્દ્વતિ મુજબ ફાઇલો, કાગળો, પત્રો, વગેરે તાબાના કર્મચારીઓ નિભાવે છે અને કાગળોનો નિકાલ સમયસર થાય તેની દેખરેખ અને નિયંત્રણ રાખવું.
- કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના વ્યવસ્થાપન માટેના જિલ્લા કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવવા અપાયેલ સૂચનાઓનો અમલ થાય તે જોવું.
- જિલ્લાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મળ્યેથી ચકાસણી કરવી અને ભુતકાળના અનુભવોનો પદાર્થપાઠ લઇને આપત્તિ વ્યવસ્થાપનની કાર્ય યોજના તૈયાર કરી છે કે કેમ તે તપાસવું.
- રાજ્ય કક્ષાએ સચિવાલયના સંબંધિત વિભાગો આપત્તિ વ્યવસ્થાપનની કાર્ય યોજના તૈયાર કરી તે માટે બાબત હાથ ધરવી અને વિભાગોના ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મેળવવા.
- જિલ્લા કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટના તંત્રને વખતો વખત માર્ગદર્શન આપવું.
- રાજ્યના રાઉન્ડ ધ ક્લોક ચાલતા ઇમરજન્સી ઑપરેશન સેન્ટર EOCની કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવું. EOCમાં કોમ્યુનિકશનના સાધનો, વીડીયો કોન્ફરન્સીંગ વગેરેની જાળવણી.
મામલતદાર તથા નાયબ મામલતદાર ( શીફટ ડયુટી) ની કામગીરી
વેધર ફોરકાસ્ટ તથા વાવાઝોડાની ચેતવણી -
- ભારે વરસાદની વાવાઝોડાની આગાહી જે તે વિસ્તારના જિલ્લા ઈમરજન્સી ઑપરેશન સેન્ટરને જાણ કરવી.
- અગ્રસચિવશ્રી(મહેસુલ),રાહત કમિશનરશ્રી, રાહત નિયામકશ્રી તથા નાયબ કલેકટર (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ને જાણ કરવી.
ડેમમાંથી પાણી છોડવા અંગેનો સંદેશ મળે -
- ફલડ મેમોરન્ડમમાં સુચવ્યા પ્રમાણેના નદી કિનારે આવેલા ગામો માટે જિલ્લા ઈમરજન્સી ઑપરેશન સેન્ટરને જાણ કરવી. અને જરૂર પડે તો સ્થળાંતરની સૂચના આપવી.
- જે તે જિલ્લાના કલેકટરશ્રી/એ.આર.ડી.સી.શ્રીને ફોનથી જાણ કરવી.
રેલ્વે અકસ્માત /મોટા અકસ્માત થાય ત્યારે -
- સંબંધિત કલેકટર કચેરીના D.E.O.C નો સંપર્ક કરી બનાવની ખરાઈ કરવી.
- જિલ્લાતંત્ર ઘ્વારા કરેલ કાર્યવાહીનો ફોન પર તેમજ લેખિત અહેવાલ મેળવવો.
- માનવ મૃત્યુ/ ઈજાગ્રસ્તોની વિગતો મેળવવી.
- જરૂરત મુજબ તબીબી સારવાર માટે આરોગ્યતંત્ર ફાયર બ્રિગેડ, તથા એસ.ટી. કોર્પોરેશનની મદદ માટે વ્યવસ્થા કરવી.
- ગૃહ વિભાગ /ડી.એસ.પી. ને ઘટના સ્થળે જરૂરી પોલીસ બંદોબસ્ત કરવા જણાવવું.
- સંઘ્યા કાળનો સમય હોય તો પ્રકાશની સુવિધા ઉપલબ્ધ કરાવવા જિલ્લાતંત્રને જણાવવું.
- જિલ્લા તંત્રને પૃચ્છા કરી તેઓને કયા પ્રકારની સાધન-સામગ્રી કે મદદની જરૂર છે તે જાણવું.
- અકસ્માતના સ્થળે આગ ન લાગે તે માટે જરૂર જણાય તો જે તે જિલ્લા / તાલુકા /નગરપાલિકા/ ફાયરબ્રિગેડ સ્ટેશનોને જાણ કરવી.
ચોમાસુ કામગીરી -
- રોજે-રોજના ર4 કલાકના વરસાદના આંકડા જિલ્લા કક્ષાએથી મેળવી પત્રક તૈયાર કરવું, તથા તેની નકલ સંબંધિત સક્ષમ સત્તાધિકારીશ્રીને પહોંચાડવી.
- માનવમૃત્યુ, ઈજા, પશુમૃત્યુ, સ્થળાંતર, સહાયના પત્રકો તથા અત્રેથી આપવામાં આવેલ સૂચનાઓ અને જિલ્લાતંત્રએ કરેલ કામગીરી અહેવાલો મેળવવા અને સંકલિત કરી, સમગ્ર રાજયની પરિસ્થિતિ બાબતે જરૂરી નિર્ણય અર્થે રાહત નિયામક, રાહત કમિશનર અને અગ્રસચિવ (મહેસુલ) ને મોકલવી.
- ભારે વરસાદના દિવસોમાં દર બે કલાકે વરસાદની પરિસ્થિતિ જાણવી અને રજૂ કરવી
- કેબીનેટ બેઠક માટે તેમજ માહિતી ખાતાને આપવાની વિગતો તૈયાર કરવી
- નાયબ કલેકટર ડિઝાસ્ટર મૅનેજમૅન્ટએ બજાવવાની કામગીરી અને ફરજોમાં મદદ કરવી.
- અખબારી કાપલીના રદિયો /અખબારી યાદી (પ્રેસ કટીંગ) વગેરેની કામગીરી
નાયબ મામલતદાર(વહીવટ) ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (એસ.ઈ.ઓ.સી.)ના કાર્યો અને ફરજો.
- રાજયમાં બનતી મોટી દુર્ઘટના/અકસ્માતોની વિગતો એકત્ર કરી વાર્ષિક વહીવટી અહેવાલો તૈયાર કરવો
- એસ.ઈ.ઓ.સી.ના કર્મચારી/અધિકારીઓની સેવા વિષયક બાબતો જેવી કે, હાજરી પત્રક પરચૂરણ રજા વિગેરેની કામગીરી.
- એસ.ઈ.ઓ.સી.ના ઈલેકટ્રોનિક સાધનો / વાહનોને લગતી કામગીરી સ્ટેશનરી વગેરે.
- એસ.ઈ.ઓ.સી.માં આવેલ કોમ્યુનિકેશનના સાધનોને લગતી કામગીરી જેવાકે જીસ્વાન ટેલીફોન , હોટલાઈન-સેટેલાઈટ ફોન વિગેરે
- એસ.ઈ.ઓ.સી. ઓફિસ કામગીરી
- અ,બ,ક,ડ તથા એમ.એચ.એ. પત્રકો તૈયાર કરી રજૂ કરવા
- એસ.ઈ.ઓ.સી.માં કર્મચારીઓની કામગીરીની વહેચણી તથા સંકલનની કામગીરી.
- ચોમાસા દરમ્યાન થયેલ માનવ મૃત્યુ તથા સહાયને લગતું રજીસ્ટર તથા અદ્યતન પત્રક બનાવવું.
- જિલ્લા કક્ષાએ/ રાજય સરકાર/ભારત સરકાર સાથેનો તમામ પત્ર વ્યવહાર/ ફાઈલીંગ વિગેરે.
- જિલ્લાના ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ પ્લાન એકત્રિત કરવા.
- ઈ.ઓ.સી.માં રાખવામાં આવતી મીટીંગોમાં ચ્હા-પાણી-નાસ્તા વિગેરેની વ્યવસ્થા.
- વિવિધ પ્રકારના યોજવામાં આવતા મોકડ્રીલની માહિતી એકત્રિત કરવી.
- વેધર વોચ ગૃપની અઠવાડીક મીટીંગની કામગીરી.
- કેબીનેટ મીટીંગની કામગીરી
- ભારત સરકારની ડી.એમ.એસ. સીસ્ટમ તા વીડીયો કોન્ફરન્સ અંગેની કામગીરી
- વાર્ષિક વહીવટી અહેવાલ ગુજરાતીમાં તૈયાર કરવાની કામગીરી.
- ભારત સરકારશ્રીને ચેપ્ટર-4 નો અંગ્રેજીમાં વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરી મોકલવો.
- ભારત સરકારની સેન્ટ્રલ ટીમની કામગીરી
- માન.મંત્રીશ્રી/ માન.સંસદ સભ્યશ્રી/ માન.ધારા સભ્યશ્રી તથા વી.આઈ.પી. સંદર્ભેના પત્રો નિકાલ /ફાઈલીંગ વિગેરેની કામગીરી.
- વિધાનસભા/ સંસદના પ્રશ્નોને લગતી કામગીરી
કારકુન કમ ટાઇપીસ્ટની કામગીરી
- એસ.ઇ.ઓ.સી ટપાલની નોંધણી / રવાનગીની કામગીરી તથા ફાઇલીંગની કામગીરી
- નાયબ મામલતદારશ્રી ( વહીવટ ) ને મદદની કામગીરી
- કોમ્પ્યુટર ટાઇપીંગની કામગીરી
આ ઉપરાંત મામશ્રી / ના. કલે.શ્રી સોપે તે તમામ એસ.ઇ.ઓ.સી લગતી કામગીરી