નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)
આપત્તિઓ વર્તમાન સમયના પરિપેક્ષ્યમાં જીવ માત્ર સાથે વણાઈ ગયેલી છે.ભારત સરકારે આ વિષય વસ્તુને ખુબ જ ગંભીરતાથી લઈ ઓગષ્ટ ૧૯૯૯ માં એક High Power Committee (HPC) ની રચના કરી અને ર૦૦૧ ના ગુજરાત ભૂકંપ બાદ આપત્તિ વ્યવસ્થાપન પ્લાનને એક મીટીગેશન મીકેનીઝમ તરીકે સ્વીકૃત કરવામાં આવ્યું.
ર૩ ડિસેમ્બર ર૦૦પ ના રોજ ભારત સરકાર દ્રારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ - ર૦૦પ ની રચના કરવામાં આવી,અને તે મુજબ વડાપ્રધાનના વડપણ હેઠળ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA) ની રચના કરવામાં આવી અને રાજયો માટે મુખ્યમંત્રીના વડપણ હેઠળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની રચના ને સુચારૂ આપત્તિ વ્યવસ્થાપન માટે કરવાનો નીર્ધાર કરવામાં આવ્યો.
NDMA દ્રારા આપત્તિઓને પહોંચી વળવા માટે વિવિધ કાર્યો કરવામાં આવે છે. જેમાં રિસ્ક રિડકશન, રિહેબીલેશન જેવી બાબતોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ - ર૦૦પ માં કુદરતી અને માનવ સર્જીત આપત્તિઓના સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન કાયદાકીય સ્વરૂપમાં આપવામાં આવ્યા છે.
Details |
Download |
NDMA નું માળખું |
|