DEOC (District Emergency Operation Center)
જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી ખાતે એક નિયંત્રણ કક્ષ - ડિસ્ટ્રીકટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર (DEOC) કાર્યરત હોય છે. વરસાદ, વાવાઝોડા, ભૂકંપ જેવી કુદરતી આફતો તથા આગ અકસ્માત જેવી માનવ સર્જિત આફતો વખતે નુકશાનની માહિતી તથા બચાવ અને રાહત કામગીરી નિયંત્રણ માટે ૨૪x૭ કલાક કાર્યરત હોય છે. DEOCમાં નીચે મુજબનું મહેકમ હોય છે.
- મામલતદાર
- નાયબ મામલતદાર
- કારકુન-કમ-ટાઈપીસ્ટ
- ડ્રાયવર-કમ-પટાવાળા
કોઇ પણ આપત્તિ માટે તાત્કાલિક પ્રથમ પ્રતિભાવ જિલ્લા વહીવટી તંત્ર તરફથી હોય છે. તેથી જિલ્લા તેમજ અન્ય સ્થાનિક સ્તરે કામકાજ માટે કટોકટી સંચાર સાધનો સાથે જિલ્લા ઇમરજન્સી ઑપરેશન કેન્દ્રો (DEOCs) બાંધવામાં આવેલ છે.
DEOC નીચે મુજબની સુવિધાઓ ધરાવે છે:
- જિલ્લા કલેક્ટર માટે ચેમ્બર
- નાના બેઠક ખંડ (વિડિઓ કોન્ફરન્સિંગ સુવિધા સાથે)
- કોમ્યુનિકેશન રૂમમાં (ટીવી , રેડિયો, વાયરલેસ, ટેલિફોન અને અન્ય સંચાર સાધનો)
- લાઇન ડીપાર્ટમેંટ વર્કસ્ટેશનો (2 અથવા 3 સ્થાનિક ફોન સુવિધાઓ સાથે)
- મુલાકાતી રૂમ / પ્રતીક્ષા રૂમ
- સ્ટોર રૂમ
- પેન્ટ્રી
- રેસ્ટ રૂમ
- શૌચાલય
આ નિયંત્રણ કક્ષમાંથી તાકીદના પ્રસંગે અગત્યના હુકમો, સૂચનાઓ આપવામાં આવે છે. આ નિયંત્રણ કક્ષ રાજય સરકારના નિયંત્રણ કક્ષ સાથે હોટ લાઈન, ફેક્ષ, ટેલીફોન, વાયરલેસની સુવિધાથી સજજ હોય છે. નિયંત્રણ કક્ષમાં જિલ્લાની તમામ વિગતો તથા અગત્યના ફોન નંબર રાખવામાં આવે છે. ભારે વરસાદની આગાહી મળે ત્યારે જરૂરી માહિતી કંટ્રોલરૂમને આપવાની જિલ્લા કક્ષાના નિયંત્રણકક્ષમાં હવામાન ખાતા તરફથી ડિઝાસ્ટર વોર્નીંગ સીસ્ટમ દ્વારા પૂર વાવાઝોડા કે અન્ય કુદરતી આપત્તિ અંગેની ચેતવણી મળ્યેથી સંબંધિત અધિકારીઓને તેની તાત્કાલિક જાણ કરી જિલ્લા તાલુકા અને ગ્રામ્ય આપત્તિ સામે તકેદારીના પગલાં લેવા જણાવવામાં આવે છે.
પૂરના સમયે સીનીયર અધિકારી જિલ્લાના પૂર નિયંત્રણ કક્ષ અને કલેકટર કચેરીના નિયંત્રણ કક્ષ સાથે સતત સંપર્કમાં રહે છે. નિયંત્રણ કક્ષ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિવાસી અધિક કલેકટરશ્રીની સીધી દેખરેખ હેઠળ કાર્યરત રહે છે. વાવાઝોડાને લગતી ચેતવણી સંદેશ મળ્યેથી જિલ્લાના વાવાઝોડા સંબંધી કન્ટીજન્સી પ્લાન મુજબની સૂચનાઓ અને તેમાં કરેલ જોગવાઈઓ અંગે કામગીરી કરવા સંબંધિતોને માહિતગાર કરવાની જવાબદારી જિલ્લા નિયંત્રણ કક્ષની રહે છે. સાથે સાથે કોઈ માનવસર્જિત આપત્તિઓ તથા અન્ય ઈમરજન્સી પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કક્ષાએ ક્રાઈસીસ મૅનેજમૅન્ટ ગૃપની રચના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના અધ્યક્ષપણા હેઠળ રચવામાં આવેલી છે. આ ગૃપમાં સમાવિષ્ટ સભ્યોની બેઠક બોલાવી તથા તેની ફરજો અને કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવે છે.
પૂર અને ભારે વરસાદના સમયે અથવા વાવાઝોડાની ચેતવણી સમયે માહિતી કક્ષ જિલ્લાના નિયંત્રણ કક્ષ સાથે સંપર્કમાં રહે છે. માહિતી કક્ષમાં નાયબ કલેકટરશ્રી, જિલ્લા પંચાયતના અધિકારી, સહાયક માહિતી નિયામકશ્રી હોય છે. જેઓ પૂર, વાવાઝોડા કે આફતના સમયે રોજેરોજે મહેસુલ વિભાગ, પોલીસ વિભાગ, તેમજ જિલ્લા પંચાયતની જાહેરાત કરવા યોગ્ય માહિતી એકત્ર કરી, પ્રેસ નોટ તૈયાર કરી તેના પ્રસારણની વ્યવસ્થા સંભાળે છે
જીલ્લા નિયંત્રણ કક્ષ, જીલ્લા કલેકટરની કચેરી ખાતે આવેલો છે. તે માહિતી એકત્ર કરીને તેની પ્રક્રિયા માટેનું અને ખાસ કરીને આપત્તિનો સામનો કરવા માટેના નિર્ણય લેવા માટેનું કેન્દ્રસ્થાન છે. આપત્તિ વ્યવસ્થાપનના સંબંધમાં લેવાના મોટા ભાગના વ્યૂહાત્મક નિર્ણયો આ નિયંત્રણ કક્ષમાં લેવામાં આવે છે. ઈન્સિડન્ટ કમાન્ડર જીલ્લા નિયંત્રણ કક્ષનો હવાલો લે છે અને ઘટના નિયંત્રણ તંત્રના વ્યવસ્થાતંત્રના ચાર્ટ મુજબ સંકટકાલીન કામગીરીઓનું નિયંત્રણ કરે છે.
કાર્યવિશેષ દળ (Task Force) નું નેતૃત્વ લેતી તમામ વ્યકિતઓ, નિર્ણય લેવાની પ્રક્રિયા માટે એકસૂત્રી સંકલન કરવા માટે ઘટના નિયંત્રણ સેનાપતિની સાથોસાથ જીલ્લા નિયંત્રણ કક્ષ ખાતે સ્થિતિ સંભાળશે.
જીલ્લા નિયંત્રણ કક્ષને નીચે જણાવેલી હોય તે સહિતની સવલતોથી સુસજજ કરવામાં આવશે.
- ટેલિફોન
- ફેકસ
- હેન્ડહેલ્ડ રેડિયોસેટ અને બેઈઝ સ્ટેશન (પોલીસ અધિક્ષકશ્રી પાસે)
- સેટેલાઈટ ટેલિફોન
- ઈ-મેઈલ, ઈન્ટરનેટ અને વેબસાઈટની સુવિધા ધરાવતું એક પર્સનલ કોમ્પ્યુટર
- આપત્તિ વ્યવસ્થાપન યોજનાની એક નકલ
- સલામત જોડાણ મથકો દર્શાવતું પત્રક
- અન્ય સાહિત્ય સામગ્રી
- અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી કચેરી સુવિધા
- વાહન