અંદામાન- નિકોબાર
કેન્દ્ર શાસિત પ્રદેશ અંદામાન-નિકોબાર ખાતેના નીલ હેવલોક વિસ્તારમાં વાવાઝોડા અને દરિયાઈ તોફાનોથી દરિયાના મોજા ૧પ-રપ ફુટ ઉંચા ઉછળતા ગુજરાતી તથા અન્ય પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા- સ્થાનિક લેવલે તાત્કાલિક કંટ્રોલરૂમ ઉભો કરાયો હતો જેથી કંટ્રોલરૂમ નં.૦૩૧૯ર-ર૩૮૮૮૧ નંબર પર પ્રવાસીઓના હાલચાલ તેમના સગા સબંધીઓ જાણી શકે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરાવેલ હતી. દરિયાઈ તોફાનોના કારણે ફસાયેલા પ્રવાસીઓ સલામત હોવાના અહેવાલ મળેલ હતા.
અંદામાન-નિકોબારના આસીસ્ટન્ટ ડાયરેકટર, ડિઝાસ્ટર તથા ડાયરેકટર, ટુરીઝમ ઘ્વારા દરેક પ્રવાસીઓ સલામત હોવા સાથે દરિયાઈ તોફાનો ધીમે-ધીમે શાંત થવાના શુભ સમાચારથી પ્રવાસીઓ તથા સીસ્ટમ સાથે જોડાયેલા લોકોએ હળવાશ અનુભવી. તમામ પ્રવાસીઓને સલામતી પૂર્વક રહેવાની, જમવાની તથા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.
ડિઝાસ્ટર તથા પ્રવાસન વિભાગ અંદામાન-નિકોબાર દ્વારા સમગ્ર વિસ્તારના લોકો તથા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવા બોટ તથા શીપની વ્યવસ્થા સરકારશ્રી કક્ષાએથી કરાયેલ હતી. બપોરના ૧ર.૦૦ વાગ્યા સુધી પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ હતી.
તા.૯/૧ર/ર૦૧૬ના રોજ અંદામાન-નિકોબારમાં પ્રવાસે ગયેલા ગુજરાતી પ્રવાસીઓ વાવાઝોડા તથા ભારે વરસાદને કારણે ફસાઈ ગયેલ હોવાનો મેસેજ મળતાં સ્ટેટ ઈ.ઓ.સી.,ગાંધીનગર ખાતેથી શીફટ ડયુટી પરના હાજર મામલતદારશ્રીએ આસી.ડાયરેકટર (ડિઝાસ્ટર) અંદામાન-નિકોબાર સાથે વાત કરતાં સદરહુ જગ્યાએ ફસાયેલ પ્રવાસીઓ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું જણાવેલ. આ બાબતે ડાયરેકટર ઓફ ટુરીઝમ અંદામાન-નિકોબારના પી.એ. સાથે ફોન ઉપર વાત કરતાં બપોરે ૧.૦૦ કલાક સુધીમાં તમામ પ્રવાસીઓને સલામત સ્થળે નેવી મારફતે ખસેડવામાં આવશે તેમ જણાવેલ. તથા પ્રવાસીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા સરકારશ્રી તરફથી ગોઠવાયેલ હોવાનું જણાવવામાં આવેલ. પ્રવાસીઓને વતનમાં પરત ફરવાની તકલીફ ન પડે તે માટે એરલાઈન્સ / હોટેલ / ટુરીઝમ મૅનેજમૅન્ટ તરફથી તમામ ટીકીટો રીસેટલ કરી આપવામાં આવી રહેલ હોવાનું જણાવ્યું. આ સ્થળે અંદાજે ભારતભરના ૧પ૦૦ મુસાફરો ફસાયેલ હતા. જેને ૩ થી ૪ હેલીકોપ્ટર દ્વારા અલગ-અલગ ટાપુ પરથી પોર્ટબ્લેર લાવવાની વ્યવસ્થા કરવામાં આવેલ.
ઉકત અંદામાન-નિકોબારમાં ઉદ્દભવેલ પરિસ્થિતિ દરમ્યાન એસ.ઈ.ઓ.સી. ખાતેથી સતત અંદામાન-નિકોબાર વહીવટી તંત્ર સાથે ટેલીફોનીક સંપર્ક કરવામાં આવેલ તથા ગુજરાતના પ્રવાસીઓના સગા સંબંધીઓને ત્યાંની પરિસ્થિતિથી સતત વાકેફ કરવામાં આવેલ.