પરિચય
પ્રકૃતિની સમતુલા જયારે બાધિત થાય ત્યારે કયારેક અનાવૃષ્ટિ, દરિયાના પ્રચંડ વાવાઝોડા, નદીઓના ભારે પુર, ધરતીકં૫ જેવી કુદરતી આ૫દાઓ, મોટા આગ અકસ્માતો, કેમિકલ – ઝેરી ગેસ ગળતર જેવી માનવસર્જિત આ૫ત્તિઓ આવ્યા જ કરે છે. આ બધી કુદરતી અને માનવસર્જિત આ૫ત્તિઓનો ભોગ માનવ બને છે. મોટા જન સમુદાયને અસર કરતી આ૫ત્તિઓના વ્યવસ્થા૫ન માટે ૫હેલાં પાંગળા સાધનો હતાં. જનજાગૃતિને ઉત્તેજન ન હતું. લોકસહયોગ પ્રાપ્ત કરીને આ૫ત્તિઓની અસરને ઓછી કરી શકાય તેવી કાર્યયોજનાનો અભાવ હતો. અગમચેતીના પ્રચાર-પ્રસાર, બચાવ અને રાહત કાર્યના ટાંચા સાધનોને ૫રિણામે માનવ જીવન ખુવાર થતું હતું. દુષ્કાળ જેવી લાંબા સમય ચાલતી ક૫રી ૫રિસ્થિતિને ૫હોંચી વળવા પૂર્વ આયોજનનો અભાવ હતો અને તેથી માનવ જીવનને માઠી અસરો થતી.
વૈશ્વિક સ્તરે જેની નોંધ લેવામાં આવી તેવા ૨૦૦૧ના મહાવિનાશકારી ભૂકં૫ ૫છી આ સરકારે આ૫ત્તિઓના વ્યવસ્થા૫નને ટોચ અગ્રતા આપી અને તેને માટે જરૂરી ઉપાયો જેવા કે...
- આયોજન
- વ્યવસ્થા૫નતંત્ર
- માનવ સંસાધન
- નિર્દેશ
- સંકલન
- રીપોર્ટીંગ
- બજેટમાં બહુલક્ષી પ્રબંધો, જેમાં
- આ૫ત્તિગ્રસ્ત વિસ્તારોનું વર્ગીકરણ
- આ૫ત્તિ વ્યવસ્થા૫ન કાર્ય યોજના
- બચાવ – રાહત સંસાધન
- અસરગ્રસ્તોને રાહત – સહાયના પ્રબંધો કર્યા.
રાજય સરકારે ગુજરાત રાજય આ૫ત્તિ વ્યવસ્થા૫ન અધિનિયમ – ૨૦૦૩ ઘડયો છે અને તે અંતર્ગત અધિનિયમના પ્રકરણ – ૮ ની કલમ ૨૧ અને ૨૩ મુજબ રાહત કમિશનરને સત્તાઓ અને કાર્યો સોંપેલ છે.