પુર્વ તૈયારી
- વાવાઝોડા તથા પૂર અસરો તળે સર્જાતી પૂરની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ પાણીનું ઝડપથી નિકાલ માટે આયોજન કરવું.
- ડીવોટરીંગ પંપના સેટ તૈયાર રાખવા તે માટે સંબંધિત ખાતા સાથે આયોજન કરી તેમની મદદથી અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શુઘ્ધ પીવાનું પાણી મળી રહે તેવી ગોઠવણ કરવી.
- પરિસ્થિતિને પહોંચી વળવા માટે અસરગ્રસ્ત વિસ્તારો માટે ટીમો તૈયાર રાખવી.
- પીવાનાં પાણીનાં તમામ સોર્સની ચકાસણી કરવી.
- શહેરી વિસ્તારમાં ગંદા પાણીનાં નિકાલ માટેની ગટરલાઈનો, વોંકળા, બુગદાની સાફ સફાઈ કરવી.
- પીવાનાં પાણીનાં વેપારીઓ, ખાનગી બોર તથા સંગ્રહ સ્થળ તેમજ વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવી.
- પાણી પૂરવઠાનાં તમામ વિતરણ સ્તરે વિજ પૂરવઠો જળવાઈ રહે, તે અર્થે જનરેટરની વ્યવસ્થા સ્ટેન્ડબાય રાખવી.
- રાહત કેમ્પોમાં શુઘ્ધ કલોરીનેશન કરેલુ પાણી પહોંચાડવા માટેનું આયોજન કરવું.
- કુવા, હેન્ડ પંપ, ટયુબવેલ જેવા પાણીનાં સોર્સનાં સંસાધનોમાં ગંદકી ન થાય તેનું આયોજન કરવું.
- ગટરની લાઈન કે પાણીની લાઈન તુટવાનાં કારણે પીવાનું પાણી પ્રભાવિત ન થાય, તેનું આયોજન કરવું.
- તેમના કાર્યક્ષેત્ર હેઠળની તમામ સિંચાઈ યોજનાઓનો હવાલો ધરાવતી કચેરીઓને વાવાઝોડા, પૂર અને અતિભારે વરસાદ સંબંધી ચેતવણી આપી એલર્ટ કરી તેમના વિભાગના કંટ્રોલ રૂમ તથા જિલ્લા કંટ્રોલ રૂમના સંપર્કમાં પોતાના ખાતાને લગતી જરૂરી તમામ કાર્યવાહી તથા પગલાં લેવા.
- કેનાલ અથવા રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતો હોય તેવા અવરોધોનો તાત્કાલીક નિકાલ કરી કાર્યવાહી કરવી.
- જયાં કોઝ વે પરથી પાણી પસાર થતું હોય ત્યાં વોટર લોગીંગ સંબંધી કાર્યવાહી કરવી.
- ડેમ માંથી પાણી છોડવામાં આવતાં અસરગ્રસ્ત ગામોની યાદી ચકાસી લેવી.
- ડેમ તથા કેનાલના ગેટની ચકાસણી કરી લેવી. કેનાલો સાફ કરાવી લેવી, પૂર અસરગ્રસ્ત સંભવિત ગામોમાં પહોંચવા માટેના રસ્તા તથા ડેમ સુધી પહોંચવાના રસ્તા, વૈકલ્પિક રસ્તા વિગેરેની ચકાસણી કરી આગોતરી તૈયારી કરવી. તેમજ રેલ્વે માર્ગે પહોંચી શકાય તેવા વિસ્તારોની ખાત્રી કરી લેવી.
- નદીઓના પટમાં બકાલા વાડા તેમજ ઈંટ ના ભઠ્ઠા તાત્કાલીક અસરથી દુર કરવા.
- તમામ ડેમો પર રેઈનગેઇઝની ચકાસણી કરી લેવી.
- તમામ ડેમો પર ટેલીફોન, વાયરલેસ સેટ તથા સંદેશા વ્યવહારના સાધનો અવિરત કાર્યરત રહે તથા તેની વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરી લેવું.
- વરસાદી પાણીના નિકાલમાં મહાનગરપાલીકાના વિસ્તારોમાં જો ઝુંપડપટ્ટી થઈ હોય અથવા તો કચરો ઠાલવીને અવરોધ ઉભો કરવામાં આવ્યો હોય તો દુર કરાવવો.
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અન્ય જગ્યાએ રેઈનગેઇઝ લાગેલ છે તથા તે ચાલુ હોવાની ખાત્રી કરવી..
- રાહતના સાધનોની ઉપલબ્ધીની વિગતો અપડેટ કરી લેવી.
- તમામ ડેમો ઉપર વાયરલેસ સેટ તથા ટેલીફોન અવિરત કાર્યરત રહે તેવી ગોઠવણ કરવી.
- ડેમના ડેમેજના નિષ્ણાંતોના સંપર્ક નંબરો તથા ડેમ ડેમેજ પુનઃસ્થાપનનું આયોજન કરી લેવું.
પ્રતિભાવ
- પીવાનું ચોખ્ખુ પાણી મળી રહે તે અર્થે વિતરણ વ્યવસ્થા ઉપર સતત દેખરેખ રાખવી.
- દવાખાનાઓ તેમજ મહત્વની કચેરીઓ તથા સ્થળોએ ચોખ્ખું પાણી પહોંચાડવું.
- ખાનગી બોરનાં સંચાલકો, પીવાના પાણીનું વિતરણ કરતી એજન્સીઓ દ્વારા આકસ્મીક સમયે પાણી પૂરવઠો મેળવવાનું આયોજન કરવું તેમજ રાહત કેમ્પો તથા અન્ય સ્થળોએ વિતરણ કરવું.
- આપત્તિનાં કારણે નુકશાન પામેલ પાણીનાં સોર્સ, સંગ્રહસ્થળો કે પાઈપ લાઈનનું મરામત ઝડપી થાય, તે અંગેની કામગીરી હાથ ધરવી.
પુનઃસ્થાપનની કામગીરી કરવી.
- પાણી પૂરવઠાનાં તમામ સંસાધનોની જાળવણી તથા મજબુતીકરણ સમયાંતરે કરતા રહેવું, જેનાં પરિણામે આપત્તિનાં સમયે ઉપયોગમાં આવી શકે.
- ભુતકાળમાં બનેલ ઘટનાઓ કે આપત્તિઓનાં કારણે ઉત્પન્ન થયેલ પરિસ્થિતિનાં અનુભવને ઘ્યાને લઈ નવા આયોજનો કરવા.
- પાણી પૂરવઠા વિભાગનાં તમામ સ્ટાફને સમયાંતરે તાલીમો આપવી.