ક્રમ |
હોદ્દો |
આપત્તિ વ્યવસ્થાપન માટે કાર્યો |
૧ |
કલેક્ટરશ્રી |
પૂર્વચેતવણી, પ્રતિભાવ અને પુન:સ્થાપન કામગીરીનું સંકલન અને આયોજન કરવું |
૨ |
નિવાસી અધિક જીલ્લા કલેક્ટર |
અસરકારક અને સમયસર રાહત સુનિશ્ચિત કરવા માટે લેખન કામગીરી અને અન્ય વહીવટી કામગીરી પુર્ણ કરીને આપત્તિ વ્યવસ્થાપન કામગીરીમાં મદદ પુરી પાડવી. તેમજ જીલ્લાના વિવિધ વિભાગો સાથે સંકલન અને વ્યવસ્થાપનમાં સહયોગ કરવો. |
૩ |
પ્રમુખશ્રી જીલ્લા પંચાયત |
કામગીરીના અમલ માટે જીલ્લા તેમજ તાલુકા સ્તરના તમામ વિભાગો સાથે સંકલન કરવું. |
૪ |
પ્રાંતઅધિકારી/ લાયઝન |
આપત્તિ વ્યવસ્થાપનની સમગ્ર પ્રવૃત્તિઓનું વ્યવસ્થાપન કરવું. |
૫ |
જીલ્લા પોલીસ અધિક્ષક |
આપત્તિ વ્યવસ્થાપનની સમગ્ર પ્રવૃત્તિઓમાં કાયદો અને વ્યવસ્થાપન જળવાય તે માટે ગૃહ રક્ષકદળ, એન.ડી.આર.એફ, બીન સરકારી લશ્કરી દળ, સશસ્ત્રદળ સાથે સંકલન અને વ્યવસ્થા કરવી. |
૬ |
ચીફ ફાયર ઓફીસર |
આપત્તિવ્યવસ્થાપનની શોધ અને બચાવની પ્રવૃત્તિઓનું વ્યવસ્થાપન જળવાય તે માટે જીલ્લા પોલીસ અધિક્ષક, એન.ડી.આર.એફ. મામલતદાર કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન સાથે સંકલન અને વ્યવસ્થા કરવી. |
૭ |
જીલ્લા આરોગ્ય અધિકારી |
જાહેર આરોગ્ય અને સ્વચ્છતા જળવાય તે માટે જરૂરી દવાઓનો જથ્થો, મેડીકલ કેમ્પ વિગેરેની ઑપરેશન કામગીરી કરવી. સુપ્રિટેન્ડેન્ટ સીવીલ હોસ્પિટલ, જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરપાલિકા, રેડક્રોસ, નાગરિક સંરક્ષણ, એન.જી.ઓ. ડોક્ટરો તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સાથે સંકલન કરવું. |
૮ |
અધિક્ષક કાર્યપાલક ઈજનેર (R&B Steate) |
માર્ગ અને મકાન સંબંધીત કામગીરીની દેખરેખ કરવી. ખાસ કરીને નુકશાન, આકારણી, રીપરીંગનુ આયોજન સલામતી ઓડિટ વગેરે. |
૯ |
કાર્યપાલક ઈજનેર- માર્ગ અને મકાન (પંચાયત) |
ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ અને મકાન સબંધીત કામગીરીની દેખરેખ અને નિયમન કરવું. |
૧૦ |
અધિક્ષક ઈજનેર યુ.જી.વી.સી.એલ |
વીજ સેવાઓ અને તેની મિલ્કતોની દેખરેખ રાખવી અને વ્યવસ્થા કરવી. |
૧૧ |
જીલ્લા પુરવઠા અધિકારી |
સંકટની પૂર્વ તૈયારીમાં અને આપત્તિ દરમ્યાન અન્ન પૂરવઠો અને અન્ય મહત્વની સામગ્રીઓ પહોંચાડવાની વ્યવસ્થા કરવી. મામલતદારશ્રી સાથે રહી કામગીરી માટે સંકલન અને વ્યવસ્થા કરવી. |
૧૨ |
જાહેર માહિતી અધિકારી |
આપત્તિ પહેલા, દરમ્યાન, બાદમાં નાગરીકોમાં અફવા ન ફેલાય તે માટે અને જનજાગૃતિ કેળવાય તે માટે મુંદ્રણ માધ્યમ, ટી. વી., દૈનિક અખબારોમાં જરૂરી માહિતી પ્રસિદ્ધ કરવી. |
૧૩ |
કાર્યપાલકઈજનેર- દૂરસંચાર |
દૂરસંચાર સેવાઓ અને તેની મિલકતોની દેખરેખ રાખવી અને વ્યવસ્થા કરવી. |
૧૪ |
કાર્યપાલક ઈજનેર (સિંચાઈ) |
ડેમ, જળાશયો, કેનાલ અને અન્ય સિંચાઈની માળખા અને મિલકતોની સબંધિત કામગીરીની દેખરેખ રાખવી અને વ્યવસ્થા કરવી. |
૧૫ |
કાર્યપાલક ઈજનેર, ગુ. પા. પુ. અને ગ.વ્યવસ્થા બોર્ડ |
પાણી પૂરવઠા સેવાઓ અને તેની મિલકતોની દેખરેખ રાખવી અને વ્યવસ્થા કરવી. |
૧૬ |
નાયબ નિયામકશ્રી, પશુ સંવર્ધન |
આપત્તિ સમયે પશુઓના આરોગ્ય અને કલ્યાણ અંગેની દેખરેખ રાખવી અને વ્યવસ્થા કરવી. |
૧૭ |
રેન્જ ફોરેસ્ટ ઓફિસર (હેડ ક્વાટર) |
સ્થાનિક સત્તામંડળોને લોજીસ્ટીક અને ટેકનીકલ સહયોગ આપવો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ વિસ્તારની મિલકતોની સલામતી બાબતે દેખરેખ રાખવી. |
૧૮ |
રીજીયોનલ ટ્રાન્સપોર્ટ ઓફીસર |
વાહન – વ્યવહારને નિયંત્રણ કરવા, વાહન – વ્યવહારને લગતા પ્રશ્નો હલ કરવા. |
૧૯ |
ધારાસભ્યશ્રી |
રાજનૈતિક અને વહીવટી પ્રશ્નો હલ કરી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીને સરળ કરવા પ્રયાસો કરવા. સહકાર અને સંકલન માટે પ્રેરિત કરવા. |
૨૦ |
સંસદ સભ્યશ્રી |
નીતિ વિષયક પ્રશ્નોમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સંકલન કરવું. |
૨૧ |
જીલ્લા પંચાયતમાંથી બે મહિલા પ્રતિનિધીઓ |
આપત્તિ વ્યવસ્થાપનમાં તાલુકાના તંત્રને સહયોગ કરવો. મહિલાઓના પ્ર પ્રશ્નો અને જેન્ડર જસ્ટીસ પર ધ્યાન આપવુ. |
૨૨ |
નાગરિક સમાજ સંગઠનના બે પ્રતિનિધિઓ |
પૂર્વ ચેતવણી વગેરે જેવી કામગીરી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સ્થાનિક સત્તામંડળો સાથે સંકલન કરવુ. આપત્તિ વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓમાં સમુદાયની સામેલગીરી અને ભાગીદારી વધારવી. |
૨૩ |
દરેક ધાર્મિક સંસ્થાઓના એક-એક પ્રતિનિધિ |
સત્તામંડળો સાથે મળીને મહત્વની માહિતીને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરવી. સાથ સહકાર માટે લોકોને માર્ગદર્શન આપવું અને આપત્તિ સમયે સમાજમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બનાવી રાખવામાં સહયોગ કરવો. |
૨૪ |
વેપારી એસોસીએશનના બે પ્રતિનિધીઓ |
કટોકટીના સમયમાં રાહત સામગ્રી એકઠી કરવામાં અને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં સરકાર અને અન્ય એજન્સીઓને સહયોગ આપવો અને આ સમય દરમ્યાન સંગ્રહખોરી ન થાય અને કિંમતો ખૂબ જ વધી ન જાય તેનુ ધ્યાન રાખવું. |